અખબારમાં પ્રસિધ્ધ થતાં પીજીવીસીએલ તંત્ર સફાળુ જાગ્યુ…
ઊના તાલુકાના પાતાપર ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી પસાર થતી ઇલેવન વિજ લાઈનને દૂર કરવા અવાર નવાર રજુઆત કરવામાં આવેલ હોય આ બાબતે તા. 8 ઓક્ટો.ના અખબારી અહેવાલ પ્રસિધ થયેલ ત્યાર બાદ પીજીવીસીએલતંત્ર સફાળું જાગ્યું હતું અને આ જોખમી ઇલેવન વિજ લાઈનને દૂર કરવામાં આવેલ છે.
પાતાપર ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી વિજ ઇલેવન લાઇન પસાર થતી હોવાના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજું રહેતા લોકોમાં ભય રહેતો હતો અને આ બાબતે ગામના સરપંચ, ઉપસરપંચ, શિક્ષક તેમજ ગામના આગેવાનો અને આજુબાજુમાં રહેતા અનેક લોકો છેલ્લા 2018 થી pgvcl ને રજૂઆતો કરતા હતા. પરંતુ આ ઇલેવન લાઇન દૂર કરવામાં આવતી ન હતી. જોકે પ્રાથમિક શાળાની બાજુમાંથી ઇલેવન લાઇન દુર કરવામાં આવતા પાતાપર ગામના લોકો અને છાત્રોમાં ખુશીની જોવા મળેલ..
