દાહોદ
મધ્યપ્રદેશના રાણાપુર ગામનો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ગયો હતો. રવિવારે પરત આવતી વખતે સવારના ૧૧ વાગ્યાના અરસામાંઅમદાવાદ – ઈન્દૌર નેશનલ હાઈવે ઉપર પંચેલા ગામે તેમની સ્કોડા કારને ટ્રકે ટક્કર મારી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.સ્થાનીક લોકો દ્વારા ગંભીર ઈજાગ્રસ્તોને ગાડીમાં બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ૧૦૮ પોલીસને આ અકસ્માતની જાણ કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ગંભીર ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતને પગલે ઘટના સ્થલે લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં. અકસ્માતમાં ગંભીરરૂપે ઘાયલ રમેશભાઈ અને સરલાબેનનું મોત થઈ ગયું હતું. ફરિયાદના આધારે પીપલોદ પોલીસે ટ્રક ના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.દાહોદ જિલ્લામાં આવેલ અમદાવાદ – ઈન્દૌર નેશનલ હાઈવે નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. આ માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના પરિવારની એક મહિલા સહિત બે જણાના મોત નીપજ્યા હતા.
