Gujarat

ઈસનપુર અને ચાંદખેડા વોર્ડની પેટાચુંટણીમાં સરેરાશ ૨૨ ટકા જ મતદાન

અમદાવાદ
અમદાવાદમાં ૨ બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ હતી જેમાંથી એક કોર્પોરેટરના અવસાન બાદ ખાલી પડેલી જગ્યાએ ચુંટણી યોજાઈ હતી અને બીજી બાજુ એક કોર્પોરેટરે રાજીનામું આપતા ખાલી પડેલી જગ્યાએ પેટાચુંટણી યોજાઈ હતી જેમાં ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ છે. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપે પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી છે સાથે અમદાવાદમાં પણ ૨ સીટ પર પેટા ચૂંટણી થઈ છે. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી છે. જેમાં ચાંદખેડાની સીટ માટે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જાેવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ મુજબ સરેરાશ ૨૨ ટકા મતદાન થયું છે. ઈસનપુર વોર્ડમાં ૨૩.૬૦ ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં ૨૦.૩૨ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ઈસનપુરમાં ૩ અને ચાંદખેડામાં ૪ ઉમેદવાર મેદાનમાં છે. અમદાવાદ શહેરના આ ૨ વોર્ડનું ભાવિ ૫ તારીખે નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *