અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ઉત્તરાયણ પર્વ મનાવવા (Uttarayan Celebration) માટે ગુજરાતની મુલાકાત લેવાના છે. અહીં તેઓ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતી કાલે 13મીં જાન્યુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. જે બાદ અગામી દિવસે 14 જાન્યુઆરી ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ મનાવશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ઉત્તરાયણ (Gujarat Uttarayan) અને વાસી ઉત્તરાયણના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોના (Corona Virus) સંક્રમણને જોતા વહીવટી તંત્ર દ્વારા કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેમાં ધાબા પર ભીડ ભેગી ના કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ માટે પોલીસ દ્વારા પણ ખાસ ધાબાઓ પર પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે, જ્યારે ડ્રોનની મદદથી વીડિયો ગ્રાફી પણ કરવામાં આવશે.
ઉત્તરાયણના પર્વને (Uttarayan Celebration) લઈને રાજ્યના લોકોનો ઉસ્તાહ જોતા વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે પણ અમિત શાહે (Ami Shah) ઉત્તરાયણનો પર્વ અમદાવાદમાં મનાવ્યો હતો.
