- શહેરની 250 ઊંચી બિલ્ડિંગોના ધાબા પર પોલીસ પોઈન્ટ
- પોલીસે કોઈ પણ ધાબા પર સરપ્રાઈઝ ચેકિંગ કરી શકશે
અમદાવાદ: ગુજરાતીઓના સૌથી મહત્વના પર્વમાંથી એક એવા ઉત્તરાયણમાં (Uttarayan)પણ આ વખતે કોરોનાની (Corona Virus) અસર જોવા મળવાની છે. એક તરફ ધાબા પર ભીડ ભેગી ના થાય તે માટે સરકારે ગાઈડલાઈન (Covid Guideline) જાહેર કરી છે, ત્યારે ધાબા પર સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જળવાય અને લોકો માસ્ક પહેરે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે.
ધાબા પર કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન થાય તે માટે પોલીસ 50 ડ્રોનથી વીડિયો ગ્રાફી કરશે. આટલું જ નહીં, શહેરના 250 જેટલા ધાબાઓ પર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પોલીસ સતત તેનાત રહેશે. ધાબા પોઈન્ટ માટે પોલીસે શહેરની ઊંચી બિલ્ડિંગો નક્કી કરી લીધી છે.
જણાવી દઈએ કે, ઉત્તરાયણ સંદર્ભે રાજ્યના DGP આશિષ ભાટિયાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વર્ચ્યૂઅલ મિટિંગ યોજી હતી. જેમાં કોઈ પણ સ્થળે ધાબા પર ભીડ ભેગી ના થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરે તે માટે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.
