આજે આદિવાસી સમાજની યુવા પેઢી શિક્ષિત તો બની જ છે.પરંતુ સાથે સાથે સમાજ સેવાના પણ કર્યો કરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે, તેવો જ એક ઉમરપાડા તાલુકાનાં વાડી ગામનો યુવાન જયદીપ ભાઈ ગેમલભાઈ વસાવા ઉર્ફે જિમ્મીભાઈ કે જેઓની ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિનાં મુખ્ય સંગઠનમાં તાલુકા કોગ્રેસનાં મંત્રીપદે નિમણૂક ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઇ વસાવાએ કરી, જિમ્મીભાઈને કોગ્રેસ પક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણુંક સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ નાં પ્રમુખ આનંદભાઈ ચૌધરી, માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી સાથે હરેશભાઇ વસાવા એ ચર્ચા વિચારણા કર્યા બાદ કરી છે.જયદીપભાઈ વસાવાએ પોતાની આ હોદ્દા ઉપર નિમણુંક કરવા બદલ તમામ કોગી આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.
