Gujarat

ઊનાના એલમપુર ગામના ફાટક પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું કમકમાટી ભર્યુ મોત….

મૃતક યુવાન ખેતરમાં ખાતર નાખવા માટે ઉના જતા હતા ત્યારે ઘટના સર્જાય હતી.

ઊનાના એલમપુર ગામે રહેતા ખેડૂત યુવાન ખાતર લેવા માટે બાઇક પર ઉના જતા હતા ત્યારે પુરપાટ ઝડપી જતો ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયેલ જેમાં યુવાન ટ્રકના નીચે આવી જતાં તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ..

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પાંચાભાઇ ઉકાભાઇ મકવાણા ઉ.વ.૩૪ રહે.એલમપુર ગામે ખેતરમાં વાવેતર કરેલ પાકમાં ખાતર નાખવાનું હોવાથી બાઇક જીજે.૩૨ એન ૭૬૯૫ પર ઉના ખાતર લેવા માટે નિકળેલ હતા. અને ઉના-વેરાવળ હાઇવે પર આવેલ એલમપુર ગામના ફાટક પાસે ઉનાથી કેસરીયા ગામ તરફ જતો ટ્રક નં.જીજે ૧૧ ઝેડ ૯૨૨૮ ના ચાલક પુરપાટ ઝડપી ચલાવતો હોય બાઇકને હડફેટે લેતાં બાઇક પર સવાર પાંચાભાઇ ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આ અકસ્માત થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એકઠા થઇ ગયા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. અને મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડાયેલ હતા. તેમના પરીવારજનોને જાણ તથા હોસ્પીટલે દોડી ગયેલ હતા. આ બનાવ અંગે તેના મોટા ભાઇ મનુભાઇ ઉકાભાઇ મકવાણાએ ટ્રક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.

-ગામના-પાટીયા-પાસે-બાઇકને-ટ્રક-ચાલકે-હડફેટે-લેતા-યુવાનનું-કમકમાટી-ભર્યુ-મોત-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *