Gujarat

ઊનાના કાણકબરડા આંબાવાડીમાં વિજપોલ પરથી વાયરની ચોરી…

ઊનાના કાણકબરડા ગામે આવેલ આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતી ખેતીવાડી વિજ લાઇનના પોલ ઉપરના વિજવાયરની ચોરી થતાં ખેડૂતે તાત્કાલીક પીજીવીસીએલના અધિકારીને ટેલીફોનિક જાણ કરી હતી.

કાણકબરડા ગામ સજનબા જસમતસંગ ચાવડા વિજકનેક્શન ધારણ અને આંબાવાડી ધરાવતા હોય તેમાં પીજીવીસીએલની ખેતીવાડી વિજલાઇન પસાર થતી હોય તેમાં ગત રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા વિજટ્રાન્સફોર્મથી ત્રણ ગાળાનો જે અંદાજે ૧૫૦ મીટરનો વિજવાયર પોલ ઉપરથી ઉતારી ચોરી કરી ગયેલ છે. તેમજ ટીસી માંથી ઝંપરની ડીસ બન્નેની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી નાશી ગયેલ હોવાની જાણ ખેડૂતને થતાં ચોકી ઉઠ્યા હતા. અને આ સમગ્ર ઘટનાની જાણ પીજીવીસીએલને ટેલીફોનીક જાણ કરતા પોલીસમાં અંગેની ફરીયાદ કરવા પીજીવીસીએલે તજવિજ હાથ ધરેલ છે. જોકે આંબાવાડીમાં વિજપોલ પરથી વાયરની ચોરી થતાં માત્ર પોલ ઉભા જોવા મળી રહ્યા છે.

-આંબાવાડીમાં-વિજપોલ-પરથી-વાયરની-ચોરી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *