ઊનાના ગરાળમાં નાગણેચી માતાજીના મંદિરે આઠમાં નોરતે અષ્ટમી હવન અને તેજસ્વી તારલાનું સન્માન કરાયુ. જેમાં વાજા, વાઢેર, રાઠોડ, ક્ષત્રિય સમાજના તથા ઉના, ખાંભા, ગીરગઢડા, ટીંબી તાલુકાના ગરાસીયા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા અષ્ટમી હવન તેમજ તેજસ્વી તારલાનું સન્માન સમારોહ યોજાયેલ હતો. તેમજ ગત વર્ષે નોકરીમાં લાગેલા યુવાનોનું પણ સન્માન કરેલ. આ પ્રસંગે આજુબાજુના તાલુકાના ગરાસીયા રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા…


