Gujarat

ઊનાના ગરાળ ગામે પરણીત મહીલાનો ગળાફાસો ખાઇ લેતા મોત…

ઉનાના ગરાળ ગામે રહેતી પરણીત મહીલા કોઇ અગમ્ય કારણોસર ઘરમાં સાડી વડે ગળાફાસો ખાઇ લેતા મોત નિપજેલ હોય આ અંગેની ઉના પોલીસમાં પતિએ ફરીયાદી કરી હતી. ’

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગરાળ ગામે રહેતી મનિષાબેન ભાવેશભાઇ ઉર્ફે રાકેશભાઇ રાઠોડ ઉ.વ.૨૦ તેવો પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર મકાનના છત પર સાડી વડે ગળાફાસો લેતા તેમનું ઘટના સ્થળેજ મોત નિપજતા હતું. મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ મોતનું સાચુ કારણ જાણવા પીએમ માટે જામનગર ખસેડવામાં આવેલ છે. આમ પરણીત મહીલાના મોતથી પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ છે. આ અંગેની ભાવેશભાઇ ઉર્ફે રાકેશભાઇ રામભાઇ રાઠોડે ઉના પોલીસમાં જાહેર કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *