કાત-સિલ્વર, કુમિતે-બ્રોન્ઝ અલગ અલગ મેડલો મેળવ્યા હતા..
ઊના – ગીરસોમનાથ ખાતે ૨૩મી ઓલઇન્ડીયા નેશનલ કરાટે ચેમ્પીયન શીપની સ્પર્ધા યોજાય હતી. તેમાં ઊના તાલુકાના ચાર વિદ્યાર્થીઓ સિલ્વર તેમજ બોન્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધામાં ૩૫૦ થી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, આસામ, અરૂણાચલ પ્રદેશ,પશ્ચિમ બંગાળ કેરેલા, કર્ણાટક, અને ગોવા સહીતના રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉનાના રાજવીર ભુપતભાઇ ઝાલા કાત-સિલ્વર, કુમિતે-બ્રોન્ઝ, અંજલી હમીરભાઇ ઝાલા કાત-સિલ્વર, કુમિતે-સીલ્વર, શિલ્પાબેન ભીમાભાઇ મકવાણા કુમિતે-બ્રોન્ઝ, માનસી રમેશભાઇ ગોસ્વામી કાતા-બ્રોન્ઝ મેડલ મેળવી ઉના તાલુકાનું નામ રોશન કરેલ હતું. આ ઇવેન્ટમાં મુખ્ય અતિથી તરીકે ઓલઇન્ડીયા વાડોકાઇના ચેરમેન સિંહાન રાજેશ અગ્રવાલ અને ગીર સોમનાથ ડી વાય એસ પી મુકેશ ઉપાધ્યાય સહીતના ઉપસ્થિત રહ્યા હતા. અને આયોજન સિહાન પ્રવિણકુમાર ચોહાણ, સન્સૈ વિજય એમ ગોહીલ અને નિતીન વી ગોહીલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા. આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીની સહીત આગામી તા. ૧૯ મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ દુબઇ ખાતે રમવા જશે.


