ઊના – ગીરસોમનાથ જીલ્લા કક્ષાની શાળાકીય અન્ડર ૧૯ એથ્લેટીક્સ હરીફાઇ સોમનાથ એકેડમી કોડીનાર મુકામે સ્પાર્ધા યોજાય હતી. જેમાં સીમર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હિરલ મનુભાઇ રાઠોડે ૪૦૦ મીટર હડલ્સમાં પ્રથમ તેમજ ૮૦૦ મીટર દોડમાં દ્રીતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ રાધિકા પીતામ્બરભાઇ વાંસકુદમાં પ્રથમ તેમજ ઉર્મિલાબેન ભાણાભાઇ ગુજરીયા ૪૦૦ મીટર દોડમાં પ્રથમ તેમજ લાંબીકુદમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. હવે તેઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમને સોરઠ એજ્યુકેશન ટ્રસ્ટરના પ્રમુખ કાનાભાઇ રામ, આચાર્ય બંધિયા, શિક્ષક સ્ટાફગણ તથા પરેશભાઇ લાખનોત્રાએ ત્રણેય દિકરીઓએ અભિનંદન પાઠવેલ છે.


