Gujarat

ઊનાના સૈયદ રાજપરાના યુવાન પર ભુમાફીયાઓનો હુમલો કરતા ગંભીર ઇજા સારવાર હેઠળ..

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના રહેવાસી નરેશ કિશનભાઇ રાઠોડ સૈયદ રાજપરા ગામે રહેતા હોય અને સામાજીક કાર્યકર તરીકે આરટીઆઈ એકિટિવસ્ટ હોય સૈયદ રાજપરા બંદરના દરીયા કિનારે રેતી ચોરીનું અને સફેદ રેતી ખનન મોટા પ્રમાણમાં થતી હોય આ બાબતે તંત્રને અનેકવાર રજુઆત કરેલ હતી.

 

જેનુ મનદુખ રાખી ગામના ભૂમાફીયાઓ હરેશ રમેશ બાંભણીયા, અશ્વિન રમેશ બાંભણીયા, દિનેશ કિશન બાંભણીયા, કાંતિ ઉકા પરમાર, જયેશ હરેશ બાંભણીયા, ઇશ્વર લાખા બાંભણીયા, રોહિત શુકર સોલંકી તેમજ રમેશ વિરા બાંભણીયા દ્વારા ગે.કા. મંડળી રચી આ તમામએ તા.૧૪ ઓક્ટો૨૦૨૧ના રોજ નરેશ કિશનભાઇ રાઠોડ રાત્રીના નવરાત્રીના ગરબી જોવા જતો હોય ત્યારે આ ૮ જેઠલા શખ્સો દ્વારા જીવલેણ હથિયારો લોખંડના પાઇપ વડે હુમલાઓ કરી ગંભીર ઇજા પહોચાડી હતી. અને ગળામાં પહેરેલ બે તોલા સોનાનો ચેઇનની પણ લૂંટ કરી ગયેલ હતી. અને યુવાનને ગંભીર ઈજા કરી લોહી લોહાણ હાલતમાં કરી દીધેલ અને ઇમરજન્સી ૧૦૮માં તાત્કાલીક સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. ત્યાથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ હતો. અને આ અંગેની નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી. પરંતુ આ સમગ્ર ઘટના મુજબ ફરીયાદ લીધેલ નહી અને પોલીસ ભુમાફીયાઓને છાવરતી હોય તેમ આજસુધી શખ્સો સામે કોઇજાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોય આ તમામ આક્ષેપ સાથે સૈયદ રાજપરાના ભોગબનનારના પરીવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો દ્વારા આ ભૂમિયાઓ વિરૂધ ના.કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય આ તમામ પુરાવા સાથેની સીડી પણ ના.કલેક્ટર સમક્ષ રજુ કરેલ.

 

આમ પોલીસ અધિકારી ભુમાફીયાઓ સાથે મળી આવારા તત્વોની મદદ ખુલ્લેઆમ કરી રહ્યું હોય અને ભુમાફીયાઓ, તેના ગુડાઓ ખુલ્લેઆમ ક્રાઈમ કરી રહ્યા છે. સફેદ રેતી ચોરી, દારૂ જેવા અનેક ગંભીર ગુનાઓ થયેલ છે. અને ભુમાફીયા પર મોટા રાજકીય વગ ધરાવતા હોય તેના કારણે ભુમાફીયાઓ સરકારી તંત્રનો જાણે ડરજ ન હોય તેમ આરોપી ભુમાફીયાઓ ખુલ્લેઆમ પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ફરી રહ્યા છે. ગંભીર ગુન્હો હોવા છતા પોલીસ તંત્ર દ્વારા સામાન્ય ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ખનિજ માફીયાઓ ઉપર અગાઉના અનેક પ્રકારના ગુન્હાઓ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરી તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે માંગ કરી હતી..

-યુવાન-પર-ભુમાફીયાઓનો-હુમલો-કરતા-ગંભીર-ઇજા-સારવાર-હેઠળ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *