Gujarat

ઊનાના સૈયદ રાજપરા બંદર કાંઠે ધરાશાઇ થયેલ હવામાન વિભાગના ટાવરને દૂર કરવા માંગ…

તા.૧૭ મે.૨૦૨૧ ના વાવાઝોડામાં હવામાન વિભાગ તેમજ હાઇમાસ્ટર બન્ને ટાવર ધરાશાઇ થયેલ પરંતુ આજ સુધી દૂર ન કરાતા લોકોમાં ભય…

ઉનાના સૈયદ રાજપરા બંદર કાંઠે આવેલ ફિસરીંઝની ઓફીસ સામે હવામાન વિભાગનો ટાવર તેમજ હાઇમાસ્કર ટાવર આવેલા છે. આ બન્ને ટાવર તાઉતે વાવાઝોડામાં ધરાશાઇ થઇ ગયા હતા. પરંતુ આ ટાવરને આજ સુધી જવાબદાર તંત્ર દ્રારા દૂર કરવામાં આવેલ નથી. તેમજ અન્ય બીજો નવો ટાવર ઉભા કરવામાં આવેલ નથી. ધરાશાઇ થયેલ હવામાન વિભાગના ટાવર નીચેથી રસ્તો પસાર થાય છે. જેના કારણે વાહન ચાલકો તેમજ માછીમારો પસાર થતા હોય છે. જેથી લોકોમાં ભય અનુભવી રહ્યો છે. ત્યારે ધરાશાઇ થયેલ ટાવર કોઇના જીવજોખમમાં મુકાય તેની સ્થિતીનું નિર્માણ થયેલ છે. જોકે ધરાશાઇ થયેલ લટકતો ટાવર કોઇના જીવને જોખમાય તેની તંત્ર રાહ જોઇ બેઠુ છેકે શું ? તેવા અનેક સવાલો માછીમારોમાં ઉઠવા પામેલ છે. આથી ધરાશાઇ થયેલા બન્ને ટાવરને તાત્કાલીક દૂર કરી નવો ટાવર ઉભા કરવા લોકોની માંગ ઉઠવા પામેલ છે.

-ટાવર-ધરાશાઇ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *