વહેલી સવારે જાણ થતાં ઇમરજન્સી ૧૦૮માં હોસ્પીટલે પીએમ માટે ખસેડાયેલ…
ઊના દેલવાડા રોડ પર આવેલ શાહ એચ ડી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં વહેલી સવારે યુવાન મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડાયેલ હતો..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ભાવેશભાઇ પ્રભુદાસ ધકાણ ઉ.વ.૪૫ ની વહેલી સવારે ઊના દેલવાડા રોડ પર આવેલ શાહ એચ ડી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં તેમનો મૃતદેહ પડેલ હોય સ્કુલમાં આવતા છાત્રો તેમજ ગ્રાઉન્ડમાં વહેલી સવારે ચાલવા આવતા યુવાનોને નજરે પડતા તાત્કાલી ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ પર પહોચી ગયેલ અને સ્થળ પર પોલીસ પણ પહોચી ગયેલ હતી. યુવાનના મૃતદેહને લઇ ઉના સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડાયેલ. અને આ યુવાનની ઓળખ થતાં તેમના પરીવારને જાણ કરતા તાત્કાલીક હોસ્પીટલે દોડી ગયેલા હતા. જોકે મૃતકના પરીવારજનો હાલ બહાર ગામ હોય ત્યાથી ઉના આવવા નિકળી ગયેલ હોય તે આવ્યા બાદ મૃતક યુવાનનું પીએમ કરવામાં આવશે ત્યાર બાદજ યુવાનના મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે. આ અંગે ભાવેશભાઇ વજુભાઇ ધકાણએ તેમના કાકાના દિકરા ધર્મેન્દ્રભાઇનું હાર્ટએટેકથી મોત થયેલ હોવાનું પોલીસમાં જાહેર કરેલ છે.
