Gujarat

એક વર્ષમાં નિર્ણાયક તબક્કે પહોંચી કોરોના સામેની જંગ, પૂરી સફર પર નાંખો એક નજર

India Fight Against Corona: કોરોના વિરુદ્ધ ભારતે આજથી ઠીક એક વર્ષ પહેલા જંગની શરૂઆત કરી હતી. 17 જાન્યુઆરી, 2020ના રોજ પ્રથમ વખત કોરોના સંક્રમણને (Corona Virus) રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક થઈ હતી. જેમાં ચીનના પ્રવાસ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.

જો કે તે સમયે દેશમાં કોરોનાનો કોઈ કેસ (India Corona Case) નહતો, પરંતુ આજે ઠીક એક વર્ષ બાદ ભારતે કોરોના સામેની જંગના અંતિમ હથિયાર એવા વૅક્સીનનો (Corona Vaccine) ઉપયોગ શરુ કરી દીધો છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ છે, જ્યાં એક સાથે બે વૅક્સીનોને (Indian Corona Vaccine) 30 કરોડ લોકોને પ્રાથમિક તબક્કે વૅક્સીન આપવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

17 જાન્યુઆરી, 2020ના જૉઈન્ટ મૉનીટરિંગ ગ્રુપની બેઠક બાદ એરપોર્ટ પર ચીનથી આવનારા મુસાફરોના સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આમ છતાં ચીનથી આવેલ કોરોના વાઈરસનો (Corona Virus) પ્રથમ કેસ કેરળમાંથી સામે આવે આવ્યો. જે બાદ અન્ય બે કેસ પણ કેરળમાં જ મળી આવ્યા અને પછી તો અનેક શહેરોમાં કોરોના સંક્રમિતો (India Corona Case) મળવા લાગ્યા.

કોરોના વિરુદ્ધ જંગમાં ભારતે (India Fight Against Corona) વૅક્સીન ડેવલોપ કરવામાં પ્રાથમિક્તા આપી. ભારતે ખુદની વૅક્સીન (Indian Corona Vaccine) પણ બનાવી અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ જેવી મોટી વૅક્સીન નિર્માતા કંપનીઓએ વિદેશી ફાર્મા કંપનીઓ સાથે સમજૂતિ પણ કરી. જેનું પરિણામ એ આવ્યું કે, બે વૅક્સીન સાથે દેશમાં વિશ્વના સૌથી મોટા વૅક્સીનેશન અભિયાનની (Corona Vaccination) શરૂઆત થઈ. આ બન્ને વૅક્સીન ભારતમાં જ ડેવલોપ કરવામાં આવી છે.

સંક્રમણની ચેન તૂટશે India Fight Against Corona
દેશમાં જે સમયે વૅક્સીનેશન (Covid Vaccination) શરૂ થયું છે, તે સમયે કોરોનાના કેસોમાં (India Corona Case) સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વૉરિયર્સને વૅક્સીન (Corona Vaccine) મૂકવાથી આગામી દોઢ મહિનાની અંદર સંક્રમણનો દર વધુ ઘટશે. આ લોકો સંક્રમિત દર્દીના સંપર્કમાં વધુ રહેતા હોવાથી તેમના થકી કોરોના સંક્રમણ ફેલાવવાનું સંકટ વધુ રહે છે. આશા છે કે, આગામી દોઢ મહિના બાદ આ ચેન તૂટી જશે. India Fight Against Corona

આગામી તબક્કો નિર્ણાયક India Fight Against Corona
સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રો અનુસાર, આગામી 2-3 મહિના દરમિયાન પ્રથમ તબક્કો પૂરો થવાની આશા છે. જે બાદ માર્ચમાં એવા 27 કરોડ લોકોના જૂથને વૅક્સીન (Covid Vaccine) મૂકાવવાની શરૂઆત થઈ જશે, જેઓ 50 વર્ષથી વધુના લોકો અને 50થી ઓછી વયના લોકો કે જે બીમાર છે. આ કાર્ય જુલાઈ સુધી પૂરુ કરવાનું લક્ષ્ય છે. આ સમયે વૅક્સીન કવચ મળ્યા બાદ કોરોનાની મહામારી (Corona Pandemic) પર મહદઅંશે કાબૂ મેળવી લેવાશે. India Fight Against Corona

માર્કેટમાં આવશે અનેક વૅક્સીન India Fight Against Corona
સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રો મુજબ, જૂન-જુલાઈ સુધી કોરોનાની અનેક વૅક્સીન (Corona Vaccine) માર્કેટમાં આવી જશે. વાસ્તવમાં આ બે વૅક્સીન ઉપરાંત દેશમાં 4 અન્ય વૅક્સીનો ટ્રાયલના વિવિધ તબક્કામાં છે.

આ ચારમાંથી કેટલીકને તો ત્યાં સુધીમાં મંજૂરી મળી શકે છે. આટલું જ નહીં, વિદેશોમાં બનેલી કેટલીક અન્ય વૅક્સીનોને (Covid Vaccine) પણ ત્યાં સુધીમાં દેશમાં વેચાણની મંજૂરી મળી શકે છે. India Fight Against Corona

વૅક્સીનેશન અભિયાન પર રહેશે નજર India Fight Against Corona
પ્રથમ દિવસના વૅક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમથી એ સાબિત તો થઈ ચૂક્યું છે કે, બન્ને વૅક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે. જો કે આ વૅક્સીન કેટલા સમય સુધી સુરક્ષા પૂરી પાડશે, તે તો આવનારો સમય જ જણાવશે. વાસ્તવમાં વિશ્વમાં કોઈ પણ વૅક્સીનને લઈને અત્યાર સુધી કોઈ આકલન નથી કરવામાં આવ્યું કે, તે કેટલાક સમય સુધી અસરકારક નીવડશે.

જો કે તાજેતરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, સંક્રમણ બાદ એક વખત એન્ટી બૉડીઝ બનવા પર 83 ટકા લોકોમાં 5 મહિના સુધી હાજર રહે છે. જો કે વૅક્સીનથી બનનારી એન્ટી બૉડીઝ પર પણ આ વાત લાગૂ થશે કે કેમ? તે હાલ કહેવું મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *