સુરત
ભટારના રસુલાબાદમાં રહેતી ગૃહિણી શેખ સમીન શેખ ફકીરા (ઉ.વ. ૪૦) ના પુત્ર વાજીદના મિત્ર આવેશ થકી માધવ પરસરામ રૂપચંદાણી સાથે પરિચય થયો હતો. માધવે પોતે ઓનલાઇન સેલ્ફ ડ્રાઇવ માટે ગાડી ભાડે આપવાનો ધંધો કરૂ છું અને તમારી કાર ઘરે પડી રહેતી હોય તો મને ભાડેથી આપો, હું તમને મહિને રૂ. ૨૪ હજાર ભાડું આપીશ, કારને નુકશાન થાય તો તે હું ભોગવીશ એવું લખાણ કરી કાર ભાડે લઇ ગયો હતો. સમીનાએ વતન જવા કારની માંગણી કરતા વાયદા કર્યા બાદ ચોરી થઇ ગઇ છે, જયાં સુધી કાર નહીં મળે ત્યાં સુધી ભાડુ ચુકવીશ એમ કહી ધક્કે ચઢાવ્યા હતા. જાે કે માધવે કાર ચોરીની ફરીયાદ પણ નોંધાવી ન હતી અને જીપીએસ પણ લગાવવાનું રહી ગયું છે એમ કહી કાર બારોબાર સગેવગે કરી દીધી હતી. જેને પગલે ખટોદરા પોલીસે માધવ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ભટાર વિસ્તારની ગૃહિણીને માસિક રૂ. ૨૪ હજાર ભાડુ ચુકવવાની લાલચ આપી ઓનલાઇન સેલ્ફ ડ્રાઇવ માટે બ્રેઝા કાર ભાડે લઇ જઇ કાર બારોબાર સગેવગે કરી દઇ વિશ્વાસઘાત કરનાર ભેજાબાજ વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.


