ઊના શહેર માંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ પર સામાન્ય વરસાદમાં અર્ધા ફુટના ખાડા પડી ગયા હોય એક તરફ ધુળની ડમરીથી લોકો પરેશાન અને શહેરમાં સરકારી હોસ્પીટલ થી ટાવર ચોક, ત્રીકોણ બાગ, એસટી રોડ પર અર્ધા ફુટના મસમોટા ખાડામાં પાંચ થી સાત વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ ખાડા બુરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.


