Gujarat

કંગનાનો ટ્વીટર પર હુમલોઃ ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ જવાનો આરોપ

  • બોલીવૂડ અભિનેત્રી (Bollywood Actress) કંગના રણૌતે (Kangana Ranaut)અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર હુમલો કરી દીધો. કંગગનાએ આરોપ મૂક્યો છે કે ટ્વીટર ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ ગયું છે. કંગનાએ ટ્વીટર પ્લેટફોર્મ પર ઇસ્લામી દેશો અને ચીન સામે વ્ચેઇ જવાનો આરોપ મૂકતા જણાવ્યું કે ટ્વીટર માત્ર પોતાના લાભ માટે સ્ટેન્ડ લે છે. બીજાન વિચારો પ્રત્યે બેશરમીથી અસહિષ્ણુતા દેખાડે છે.

ટ્વીટર લાલચનું ગુલામ બની ગયું: કંગના

  • કંગના આટલેથી અટકી નહીં. તેણે વધુ પ્રહાર કરતા લખ્યું છે કે. ટ્વીટર હાલના સમયે પોતાની લાલચનું ગુલામ બની ગયું છે. મોટા-મોટા દાવા કરવાની જરૂર નથી. આ બહુ શરમજનક લાગે છે. હવે કંગનાનો ટ્વીટર પરનો આ હુમલો બહુ વાયરલ થઇ રહ્યો છે.

કંગનાને ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે આટલી નફરત?

  • કંગના રણૌત પર ટ્વીટરના માધ્યમથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ છે. તે અન્યો કરતા સૌથી વધુ પોતાના બેફામ વિચારો ટ્વીટર પર મૂકે છે. પરંતુ એજ ટ્વીટર પર તેણે હવે મુસ્લિમોનો પક્ષ લેતા હોવા આરોપ મૂક્યો છે. પરંતુ એ વાત સમજાતી નથી કે કંગનાને ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે આટલો વેરભાવ કેમ છે? કદાચ આટલી નફરત તો તેના આદર્શ ભાજપ અને સંઘે પણ વ્યક્ત કરી નહીં હોય.

ટ્રમ્પ બાદ કંગનાનો એકાઉન્ટ પણ બ્લોક થઇ શકે

  • કંગના અગાઉ પણ સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ પર પોતાન ભડાશ કાઢી ચૂકી છે. પરંતુ આ વખતે તેણે ટ્વીટર પર સીધો હુમલો કર્યો છે. તેથી અમિરિકાના વિદાયમાન પ્રમુખ ટ્રમ્પની જેમ કંગનાનું એકાઉન્ટ થવાની સંભાવના વધી છે. લોકોનું માનવું છે કે કંગનાની આ ટ્વીટ બાદ ટ્વીટર કડ પગલું લઇ શકે છે.
  • કંગના અને તેની બહેન રંગોલીના એકાઉન્ટ સામે ટ્વીટર અગાઉ ઘણી વખત એકશન લીધું છે. પરંતુ કંગનાએ આ વખતે હદ વટાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *