મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ શહેર ખાતે ગુજરાત કોંગ્રેસ પરિવાર આયોજિત જન જાગરણ અભિયાન હેઠળ કઠલાલ તાલુકામાં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મોંઘવારી,બેરોજગારી ,આર્થિક મંદી,ભ્રષ્ટાચાર તેમજ સરકાર ની પ્રજા વિરોધી નીતિ અને નિષ્ફળ શાસન જેવા મુદ્દાઓ ઓને લઈ ને કઠલાલ તાલુકામાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ રેલી કઠલાલ બસ સ્ટેશન થી સરદાર બાવલા ,બજાર તેમજ દૂધની ડેરી રહી ને કઠલાલ બસ સ્ટેશન પરત ફરી હતી આ રેલીમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા,કઠલાલ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,બાલાસિનોર ધારાસભ્ય અજીત સિંહ ચૌહાણ,કઠલાલ કોંગ્રેસ શહેર પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ,કોંગ્રેસ તાલુકા પ્રમુખ શનાભાઈ ,સિકંદર ભાઈ , કઠલાલ તાલુકા મહિલા પ્રમુખ વીણા બેન ઝાલા તેમજ કોંગ્રેસના કાર્યકતા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચાર સાથે રેલી યોજાઇ હતી.

