ઓવરટેક કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
—————————
રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ના પોરડા ગામ નજીક ગુરુવારે મોડી રાત્રે જીવલેણ અકસ્માત સર્જાતાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગત મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ૫ જણાનું મૃત્યુ નીપજ્યું છે અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાની માહિતી મળી છે જ્યારે કઠલાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે ટેન્કર નં. (G) 23 AT 5678) અને સ્વિફ્ટ કાર નં. (GJ 27 AA 4715) વચ્ચે અકસ્માત સર્જાયો હતો સ્થાનિકો અને પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક ભરતભાઇ જમોડના દીકરા કિરણ અને તેમની સાથે આવેલાં પાયલબેનને લઈને આવેલા. આ બન્નેને લેવા ઉપરોક્ત તમામ લોકો સ્વિફ્ટ કાર લઈને તોરણા પાસેના પેટ્રોલપંપે આવ્યા હતા. બન્નેને કારમાં બેસાડી તમામ લોકો પરત પોતના ગામે જઈ રહ્યા હતા એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો
મૃતકો.
સુરેશભાઈ ચમનભાઈ મેણિયા (ઉં.વ.30, રહે.બાબાજીપુરા, તા.લખતર, જિ. સુરેન્દ્રનગર) વિક્રમ બાલુભાઈ પાભરિયા (ઉં.વ.35, રહે.બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર) ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉં.વ.45, રહે, ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ) પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા (ઉં વ.35, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
સારવાર દરમિયાન મોત
સુનીલ હરિભાઇ કુમાદરા (ઉં.વ. 24, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ).


