મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના 49 ગ્રામપંચાયતઓ ની ચૂંટણી 19 ડિસેમ્બર ના રોજ યોજાનાર છે ત્યારે સરપંચ અને સભ્યો માટે ફ્રોમ ભરવા ઉમેદવારો કઠલાલ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ તાલુકામાં શુક્રવારે સરપંચ માટે ૭૬ અને સભ્યો માટે ૨૬૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે તારીખ ૩/૧૨/૨૦૨૧ સુધી કઠલાલ તાલુકામાં સરપંચ પદ માટે ૨૪૦ અને સભ્યપદ માટે ૫૪૦ ફોર્મ ભરવામાં આવ્યા છે. કઠલાલ તાલુકા ની ગ્રામપંચાયત ની ચૂંટણી મા આ વર્ષે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યા મા ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે મોટી મુંડેલ ગ્રામપંચાયત મા સરપંચ તરીકે દીપકભાઈ ડાભી એ પણ ઉમેદવારી નોંધાવી છે અને જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સૌ ગ્રામજનો તેમને જીતાડશે તેવો તેમને વિશ્વાસ છે અને ગામના વિકાસ માટે કર્યો કરીશ તેમ તેઓએ જણાવ્યું છે.આમ કઠલાલ તાલુકામાં સરપંચ પદ ના ઉમેદવારો પોતે જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે .


