Gujarat

કઠલાલ મોટી મુડેલ પ્રાથમિક શાળામાં વિનામુલ્યે ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

કઠલાલ મોટી મુડેલ પ્રાથમિક શાળામાં વિનામુલ્યે ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો.
————————————
                     બોક્ષ.૧
ગુજરાતી કલાકાર મમતા સોની, ગાયક શિલ્પા ઠાકોર, જયેશ સોઢા તેમજ પ્રખ્યાત મોટિવેશન સ્પીકર અશોક ગુજ્જર ઉપસ્થિત રહ્યા.
————————————
                    બોક્ષ.૨
દીપકભાઈ ડાભી દ્વારા રૂપિયા બે લાખ પચાસ હજાર ના વિનામુલ્યે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા
————————————
રીપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ મોટી મુંડેલ શાળા મા ગુજરાતી કલાકારો  ઉપસ્થિ રહ્યા હતા બાળકો મા અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવા અનોખો પ્રયોગ ના ભાગરૂપે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના  કઠલાલ તાલુકામાં આવેલ  મોટી મુડેલ પ્રાથમિક શાળા તેમજ જીભાઈ પ્રાથમિક શાળાના  બાળકો નો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે તે ઉમદા ઉદેશ્ય થી મોટિવેશન સહીત ના કાર્યક્રમો નું આયોજન કરાયું અને બાળકો ને ગણવેશ પણ આપવામાં આવ્યો કઠલાલ ના મોટી મુડેલ મા રહેતા દીપકભાઈ ડાભી દ્વારા શાળા મા અભ્યાસ કરતા બાળકો મા ભણતર વિશે રૂચી વધે અને અભ્યાસ મા જાગૃતિ આવે તેવા ઉમદા ઉદેશ થી મોટિવેશન સહીત ના કાર્યક્મ નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યકમ મા ગુજરાત ના પ્રખ્યાત કલાકાર મમતા સોની,  ગાયક કલાકાર શિલ્પા ઠાકોર અને જયેશ સોઢા, ઉપસ્થિત રહયા હતા.સાથે સાથે મોટિવેશન સ્પીકર -અશોક ગુજ્જર દ્વારા બાળકોને મોટીવેટ કરાયા હતા.તેમજ દીપકભાઈ ડાભી દ્વારા રૂપિયા બે લાખ પચાસ હજાર ના ખર્ચે ૨૫૦  જેટલાં વિદ્યાર્થીઓ ને ગણવેશ આપવાની ઉમદા કામગીરી કરવામાં આવી હતી  સમગ્ર કાર્યક્રમ મા અગ્રણીઓ, ગ્રામજનો,વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા અને સૌ કલાકારો,મહેમાનો તેમજ અગ્રણી ઓ એ  દીપકભાઈ ના આ કાર્યની પ્રસંશા  કરી હતી.

IMG-20211029-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *