કપડવંજ
કપડવંજના આંતરોલીના સરપંચ પ્રતાપભાઈ રાઠોડ દ્વારા ગીરીશભાઈને ફોન કરવામાં આવ્યો હતો.જાેકે કોઇ કારણોસર તેઓ ફોન રિસીવ ન કરી શક્યા ન હતા. તેમના ફોનમાં બેલેન્સ ન હોય તેમણે પોતાના મિત્રના ફોન પરથી સરપંચને ફોન કર્યો હતો. જે દરમિયાન સરપંચે ચૂંટણી લડી રહેલા પોતાની પુત્રવધુ ને વોટ અપાવવા માટે દબાણ કર્યું હતું, જેની ઓડિયો-ક્લિપ હાલ ગામમાં વાઇલર થઇ છે. ઓડિયો-ક્લિપમાં સ્પષ્ટ પણે સાંભળવા મળી રહ્યુ છેકે ‘તમારે મને પરમાર વગાના ૨૫૦ વોટ અપાવી દેવાના. જાે નહીં મળે તો બધાના ચામડા ફાટી જશે, અને પાઇપ લાઇનો બધી કાઢી લેવામાં આવશે. અમે કોઇને ધમકી આપી નથી. સરપંચના કાર્યકાળ દરમિયાન જાે કોઇ વિસ્તારમાં પાઇપ લાઇન નાખી હોય તો તે ગામની સુખાકારી અને વિકાસ માટે નાખી હોય. અમારી ખાનગી પેઢી નથી. જે અમે પાઇપો કાઢી નાખીયે. સમગ્ર વાત બિલકુલ પાયાવિહોણી છે.ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે ત્યારે હવે ઉમેદવારો દ્વારા મત મેળવવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ શરૂ કરાઇ છે. કપડવંજના આંત્રોલીમાં સરપંચ દ્વારા ટેકેદારને મત માટે ધમકી આપી હોવાનો ઓડિયો-ક્લિપ વાઇરલ થઇ છે. જાેકે તેઓ પોતે કોઈને ધમકી નહીં આપી હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર મુદ્દે હાલ તો કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી, પરંતુ સમગ્ર મામલે આંત્રોલી ગામમાં રાજકારણ ગરમાયું છે.
