કુંકાવાવ ખાતે આપ ની જન સંવેદના મુલાકાત યોજાઈ, રાજકીય માહોલ ગરમાયો
અનેક લોકોએ આપ ના કાર્યકર્તા નો ખેસ ધારણ કર્યો
ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મહેશ સવાણી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા
વડિયા
સમગ્ર ગુજરાત ના રાજકારણ માં છેલ્લા એક મહિનાથી ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકીય માહોલ માં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વવારા છેલ્લા દિવસો માં ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી ની એન્ટ્રી થતા જ સ્વચ્છ છબી ધરાવતા ચહેરા ને સુકાન સોંપતા ગુજરાત માં આપ ને ચારે બાજુથી લોકસમર્થન મળવા લાગ્યું છે. ત્યારે સંગઠન ને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વવારા જન સંવેદના મુલાકાત રૂપે ગામડાઓ માં કોરોના પીડિતો ને શ્રદ્ધાંજલિ આપવા અને નવા કાર્યકર્તા ને જોડવા પ્રવાસ યાત્રા કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે આજે અમરેલી ના કુંકાવાવ ખાતે aa જન સંવેદના યાત્રા રૂપે ભુરખિયા હનુમાન મંદિરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી માં આ વિસ્તાર ના 200જેટલાં કાર્યકર્તાઓ ભાજપ -કોંગ્રેસ છોડી આપ નો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત કુંકાવાવ તાલુકા ના લુણીધાર, અરજણસુખ, નાની કુંકાવાવ, મોટી કુંકાવાવ, અમરાપુર સાહિત ના ગામો માંથી કાર્યકર્તા અને આગેવાનો જોડાતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી ના ઈસુદાન ગઢવી, મહેશ સવાણી, ગોપાલ ઈટાલીયા, મનીષા ખુંટ,સુખાભાઈ વાળા સહીત ના આગેવાનો અને કુંકાવાવ તાલુકા આપ ના હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ તકે ઈસુદાન ગઢવી દ્વવારા નવા જોડાયેલા કાર્યકર્તાઓ ને આવકારી આવનારી 2022ની ચૂંટણી માટે એક કાર્યકર્તા સો સો લોકોને જોડવા આહવાન કર્યું હતુ.
રિપોર્ટ કિરીટ જેઠવા વડીયા




