Gujarat

કુંકાવાવ નાજાપુર રોડ રીપેરીંગ કરાવવા બાબતે રવજીભાઈ પાનસૂરિયા દ્વારા માર્ગ અને મકાન મંત્રી ને રજુઆત કરવામાં આવી

નાજાપુર થી કુંકાવાવ રોડ બન્યા ને માત્ર ત્રણ વર્ષ થયાં હોય ત્યારે ગેરેન્ટી પિરિયડ પહેલાજ આરોડ તૂટી ગયેલ હોય અને ડામર પણ ઉખડી ગયેલ હોય સાથે સાથે રોડની બન્ને સાઈડ નું કામ પણ બરોબર ન થયું હોય આ માર્ગ પર એટલા બધા ખાડા પડી ગયેલા છે કે વાહન ચાલકો એ પોતાનું વાહન ચલાવવું પણ ખૂબ મુશ્કેલ હોય ત્યારે ગોરધનભાઈ સાવલિયા ના ખેતર પાસે પણ રોડ તૂટી ગયેલ હોય ત્યાં વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી ની ગ્રાન્ટ માંથી અઠયાવીસ લાખ રૂપિયા ની પુર સંરક્ષણ દીવાલ અને પુલ મંજુર થયા ને બે વર્ષ થવા છતાં પણ આજ દિવસ સુધી આ પુલનું કામ ચાલુ કરવા માં આવેલ નથી જેથી કરી જવાબદાર તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે મંજુર થયેલા પુલ નું કામ અને સંરક્ષણ દિવાલ અને રોડ ઉપર ડામર ઉખડી ગયેલ છે તે કામ વહેલામાં વહેલી તકે કરાવવા માં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હવે જોવાનું તો એજ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આ કામગીરી ક્યારે કરવામાં આવે છે એતો જોવાનું જ રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *