પંજાબ
જાેકે કેપ્ટને ભાજપમાં જાેડાવા અંગે તો કોઈ ખુલાસો નથી કર્યો પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સામે પ્રચાર કરવાનુ નક્કી કરી દીધુ છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી ચુકેલા પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહને કેન્દ્ર સરકારમાં મહત્વનો હોદ્દો મળી શકે છે તેવો દાવો ભાજપના એક નેતાએ કર્યો છે. ભાજપ નેતા હરજીત ગરેવાલે કહ્યુ છે કે, આગામી દિવસોમાં પીએમ મોદી સાથે કેપ્ટનની મુલાકાત થઈ શકે છે અને એ પછી તેમને કૃષિ મંત્રી પણ બનાવવમાં આવી શકે છે. જાેકે કેપ્ટનને તેમનો રોલ જાતે નક્કી કરવા માટે પણ ભાજપ કહી શકે છે. મોદીજી પાર્ટીમાં સારા લોકોને લાવવાનુ પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ સાથે મુલાકાત બાદ આજે કેપ્ટન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલને પણ મળ્યા હતા. જાેકે કેપ્ટન અને અમિત શાહ વચ્ચે મુલાકાત બાદ કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી રાજ કુમાર વેરકાનુ કહેવુ છે કે, કેપ્ટન અમરિન્દરસિંહ ભાજપમાં સામેલ નહીં થાય. કેપ્ટન કોંગ્રેસથી થોડા નારાજ છે પણ તેમને મનાવી લેવામાં આવશે. જ્યાં સુધી નવા કૃષિ કાયદાનો મુદ્દો ઉકેલાતો નથી ત્યાં સુધી કોઈ પણ નેતા ભાજપમાં જાેડાશે તો પંજાબના લોકો આવા નેતાને પસંદ નહીં કરે.