કુંડળધામ દ્વારા ચાલતી શ્રીસ્વામિનારાયણ સત્સંગ શિબિર-૩૦મીની રાત્રી સભામાં હાજરી આપશે.
બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા હાલમાં ચાલી રહેલ 30 મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં આગામી તા. 4 નવેમ્બર ૨૦૨૧ના રોજ કેરળ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રીઆરીફ મહમ્મદખાન કુંડળધામ ખાતે આવી રહ્યા છે. તેઓ કુંડળધામના પ્રણેતા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવજીવનના ઘડતર માટે થતી સત્સંગ એવં સંસ્કારની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ કુંડળધામના દર્શનાર્થે તથા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન-આશીર્વાદાર્થે તા. 4 નવેમ્બર ગુરુવારના રોજ કુંડળધામ ખાતે આવી રહ્યા છે.
કુંડળધામ ખાતે તેઓશ્રી તારીખ 4 નવેમ્બરે સાંજે ૬ કલાકે આવી પહોંચશે. પ્રથમ તેઓ શ્રીસ્વામિનારાયણ મંદિમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરશે ત્યારબાદ કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કરી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લેશે. ત્યારબાદ પૂજ્ય ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે. તેમજ રાત્રી સભામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અને રાત્રી રોકાણબાદ તા.5 નવેમ્બરના રોજ સવારે ૭:૩૦ કલાકે કુંડળધામથી વિદાય લેશે. આ પ્રસંગે કેરળ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રીઆરીફ મહમ્મદખાન એવં પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે સામાજીક સંસ્થાઓ તથા સમાજના વિશિષ્ટ લોકોને સન્માનિત કરવામાં આવશે.
તસવીર-વિપુલ લુહાર


