Gujarat

કેશોદમાં એરપોર્ટ પર વિમાની સેવા હજુ સુધી શરૂ કરવામાં નથી આવી

કેશોદ
કેશોદ એરપોર્ટ શરૂ થતાં મુસાફરોને એરપોર્ટ થી શહેર સુધી લઇ જવા વાહન વ્યવસ્થા નથી તેથી સ્થાનીક ટ્રાવેલ્સ એજન્સીઓ આગળ આવે અને એરપોર્ટ ઓથોરીટીનો સંપર્ક કરે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર પ્રસન્ના સ્થાનીક તંત્ર સાથે ટ્રાવેલ્સ વ્યવસ્થા ઉભી કરવા લેખિતમાં મદદની માંગ કરશે તેમ જણાવ્યું હતું. કેશોદ એરપોર્ટ પર ચાલું મહિનામાં કોમર્શીયલ ફ્લાઇટ શરૂ થાય તેવું સરકાર દબાણ લાવી રહી છે તેથી ગમે ત્યારે ફલાઇટ શરૂ કરવા આદેશ કરાય તેવું જાણવા મળી રહ્યું છેકેશોદ એરપોર્ટ પરથી મુસાફરો માટેની વિમાની સેવા શરૂ કરવાની ૪-૪ વખત જાહેરાત થઇ ચૂકી છે. આમ છત્તાં હજુ સુધી અહીંથી વિમાન ઉડ્યું નથી એ વાસ્તવિકતા છે. અગાઉ ૩ વખત જાહેરાત થઇ ત્યારે ડીજીસીએનું લાયસન્સ નહોતું. અને હવે ૩ મહિનાથી ટેમ્પરરી લાયસન્સ મળી ચૂક્યું છે ત્યારે વિમાની સેવા શરૂ નથી થતી. કેશોદ એરપોર્ટ પરથી બોમ્બે અને અમદાવાદ જવા જુદા જુદા ૨ રૂટની કોમર્શીયલ વિમાની સેવા ડિસેમ્બર માસમાં શરૂ કરવામાં આવે તે માટે સરકાર પુરેપુરૂં દબાણ લાવી રહી છે. આ માટે એરપોર્ટ તમામ સુવિધા અને સુરક્ષા માટે સજ્જ છે. જેને લઇને ડીજીસીએ દ્વારા વચ્ચગાળાનું ફેબ્રુઆરી સુધીનું લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. હવે વિમાની કંપની ટ્રૂ જેટ અને એલાયન્સ દ્વારા લીલીઝંડી આપવામાં આવે તેની રાહ જાેવામાં આવી રહી છે. જ્યારથી કેન્દ્ર સરકારને સામાન્ય લોકો વિમાનમાં મુસાફરી કરી શકે તેવો વિચાર આવ્યો ત્યારથી ઉડાન સ્કિમ અમલમાં આવી જેમાં સસ્તાં ભાડા રાખવા ર્નિણય લેવાયો છે આ યોજના હેઠળ કેશોદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. ત્યારથી વિમાની સેવાની શરૂઆત થાય તેવી શહેરીજનો આતુરત્તાપૂર્વક રાહ જાેઇ રહ્યાં છે. ઇસ ૨૦૦૦ થી બંધ કોમર્શીયલ વિમાની સેવાને ફરી શરૂ કરવા ૨૦૧૭ થી વેપારી સંગઠનો દ્વારા જાેરદાર માંગ કરવામાં આવી રહી છે. ત્યારથી લઇ અત્યાર સુધીમાં ડીજીસીએ દ્વારા આ એરપોર્ટ પર સુરક્ષા અને સુવિધા માટે નેશનલ સ્ટાન્ડર્ડ ૨૦૦૫ ના નવા રૂલ્સ પ્રમાણે સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને એરપોર્ટ પર આગ બુજાવવા, અત્યાધુનિક બ્રાઉઝર, અપ્રોન કારપેટ એરિયાને ૧૧ ની જગ્યાએ ૧૬ ની સ્ટ્રેન્થ કરી નાખવામાં આવી છે. જેના માટે ૩ ટીમ દ્વારા ઇન્સપેક્શન થઇ ચૂક્યું છે. જેના રીપોર્ટ આવવાના બાકી છે. એરપોર્ટ કેટેગરી પ્રમાણે ચેક ઇન લગેજ હોલ એરિયા મેડિકલ, ઇન્કવાયરી ઓફીસ જેવી તમામ જગ્યાઓ પર એરકન્ડીશનીંગ યુનીટ લગાવી દેવામાં આવ્યાં છે. સુરક્ષા માટે હાઇઝેક રૂમને અત્યાધુનીક બનાવવામાં આવ્યો છે. જયારે એર ટ્રાફીક કંટ્રોલર દ્વારા પવનની દિશા અને ગતી, વાતાવરણમાં ઉષ્ણતામાન માપવા નવા અપડેટ થયેલાં યાત્રોની માંગ કરવામાં આવી છે જે સાધનો એરપોર્ટને ઝડપથી મળશે જેની રાહ જાેવામાં આવી રહી છે.

keshod-airport-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *