Gujarat

કે.જી.એન છઠ્ઠી ગ્રુપ દ્વારા આણંદ થી અજમેર પગપાળા યાત્રા.

 મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આણંદ શહેર થી હિન્દુસ્તાન ના શહેનશાહ કહેવાતા એવા સરકાર ગરીબ નવાજ (ર.અ)  અજમેર શરીફ રાજસ્થાન કે.જી.એન ગ્રુપ દ્વારા પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.
 જેમાં આણંદ થી રાવલી  અમદાવાદ ભાલેજ અને ખેડા થી અનેક લોકોએ જોડાયા..
આ સફરમાં તે આણંદ થી ભાલેજ રહી શામળાજી બોર્ડર થી રાજસ્થાન અજમેર પહોંચશે જેમાં તેમને અંદાજે દસથી પંદર દિવસ જેવું લાગશે..
જ્યારે અત્યારના રોજિંદા જીવનમાં જ્યારે આપણે બે કિલોમીટર પણ ના ચાલી શકીએ તેવા સમયમાં આ શ્રદ્ધાળુઓ અંદાજે 600 કિલોમીટર ચાલતા અજમેર શરીફ દરગાહ પર પહોંચશે. સલામ છે આવા લોકો પર અને તેમની શ્રધ્ધા પર..
જેમાં ઠેરઠેર અનેક ગામોમાં તેમનું સ્વાગત ફૂલહારથી  કરવામાં આવ્યું અને પ્રાર્થના દુવા માટે કહેવામાં આવ્યો..
અંદાજે ૧૭ જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા માં જોડાયા હતા.
આ સફરમાં જોવા જેવું તો એ છે જુવાન તો જુવાન પણ ૭૦ વર્ષની ઉંમરના એક વૃદ્ધ કાકા પણ ચાલતા નીકળ્યા છે સલામ છે એમની આસ્થા ને..

IMG-20211031-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *