કોટડાસાંગાણી તાલુકા મા ટોટલ 26 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી જેમાં વેરાવળ ગ્રામ પંચાયત ની સરપંચ ની 20 વોર્ડ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ટોટલ 66.95% મતદાન થયું હતું જેમાં શ્રી રવિરાજસિંહ બન્નેસિંહ જાડેજા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે.ગામમા પણ ખુશી અને જસ્ન નો માહોલ છવાય ગયો હતો.જેમાં રવિરાજસિંહ જાડેજા ને કુકર ના નિશાન પર વેરાવળ વાસીઓ એ ખોબલે ખોબલે મત આપી ભવ્ય વિજય બનાવ્યા.જેમને ટોટલ 20 વોર્ડ ની ચૂંટણી મા 16 સીટો મળતા ગામ વિકાસ પેનલ નો ભવ્ય જળહળતો વિજય થયો છે. ગામમા પણ ગ્રામજનો નો ખુબ આવકાર પણ મળ્યો છે.જેથી ચારે તરફથી મતદારો એ મ્હોંર મારી અને ફરી તક મળતા વેરાવળ ગામને વિકાસ ના કામોને ને પણ વેગ મળશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


