કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગ્રામ પંચાયત ની સરપંચ સહીત ના 20 વોર્ડ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર 7-માં 63.85 ટકા મતદાન નોંધાયું હતું જેમાં અક્ષરધામ ટાઉનશિપ સોસાયટી ના રહેવાસી અને વોર્ડ નં.7 ના ઉમેદવાર કેવિનભાઈ જે. મારવનિયા ની અક્ષરધામ ટાઉનશીપ ના રહેવાસી ઓ દ્વારા પંચાયત ની ચૂંટણી મા સભ્ય તરીકે ભવ્ય જીત થતા ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
જેમાં મોટી સંખ્યા મા સોસાયટી ના ગેટ પર ઉપસ્થિત રહીને કેવિનભાઈ ને શુભેચ્છા પાઠવી હતી. તેમના પોતાના વોર્ડ સહીત ના મતદારો એ ખોબલે ખોબલે મત આપી ભવ્ય જીત મેળવી હતી અને કેવિનભાઈ એ સૌ સોસાયટી વાસીઓ નો આભાર માન્યો હતો.વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ ગ્રામજનો સભ્યો વગેરે એ કેવિનભાઈ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.