હાલ ગ્રામ પંચાયત ની ચૂંટણી ની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોટડાસાંગાણી ના શાપર ગામની ગ્રામ પંચાયત
ગામના આગેવાનો ના પ્રયાસો થી
સમરસ જાહેર કરવામાં આવી છે.જેમાં શાપર ગામના સરપંચ પડે જયેશભાઇ કાકડિયા ને નિયુક્ત કરવામાં આવેલ છે.જેમાં ઉત્કૃષ્ટ કામગીરી ને હિસાબે ફરી વખત ગામના વિકાસ માટે ગત ટર્મ મા ઉપ સરપંચ એવા જયેશભાઈ કાકડિયા ની પસઁગી સરપંચ તરીકે કરાય છે.ગ્રામ પંચાયત ના વોર્ડ ના સભ્ય ની બેઠક માટે સભ્યો તરીકે યોગ્ય રીતે બિન હરીફ ચૂંટવામાં આવ્યા છે.સરપંચ અને તમામ સભ્યો બિન હરીફ જાહેર કરાયા છે. સરપંચ જયેશભાઈ કાકડિયા, ભુપતભાઇ માટીયા,પ્રકાશભાઈ સિંધવ,ધર્મેન્દ્રભાઈ ટીલાળા,વિશાલભાઈ વોરા,દીક્ષિતભાઈ ટીલાળા,સેજલબેન ડોબરીયા,હુસેનભાઇ કુકડ,જ્યોત્સનાબેન બોધરા,સોનલબેન વાળોદરા,શિલ્પાબેન રામોલીયા,રિઝવાનાબેન લીંગડિયા,મમતાબેન સિદપરા,જગદીશભાઈ પાંભર, વરણી કરવામાં આવી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.
