કોડીનાર શહેરનો મુસ્લિમ સૈયદ કાદરી સમાજ નો યુવક છેલ્લા ૧૫ દિવસ થી લાપતા થયો હોય તેના પરિવાર જનો માં હતાશા જન્મી છે.
આ અંગે ની વિગત મુજબ કોડીનાર ના એકતા ચોક માં રહેતા સમીર રઝાકમિયાં કાદરી ઉ.વ.૧૮ ગત તા.૨૪/૯/૨૧ ના શુક્રવારે સવારે ઘરે થી નોકરીએ જવાનું કહી ને નીકળ્યા બાદ પરત ઘરે ન આવતા તેની તપાસ કરતા તે નોકરી ની જગ્યા એ પણ ગયો ન હોવાનું જાણવા મળતા સમીર ના પરીવાર જનો દ્વારા આજુબાજુ અને સગા સંબંધીઓ માં તેની તપાસ કરતા કોઈ જગ્યા એ સમીર નો અતો પતો ન લાગતા આ અંગે લાપતા યુવક સમીર ના મોટાભાઈ યાસીન રઝાકમિયાં કાદરી એ કોડીનાર પોલીસ સ્ટેશનમાં સમીર ના ગુમ થયા અંગે ની જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી.કાદરી સૈયદ યુવક સમીર છેલ્લા ૧૫ દિવસ થી લાપતા હોય અને આટલા દિવસો સુધી તેની કોઈ ભાળ ન મળતા તેના પરીવાર જનો માં હતાશા જન્મી છે.જે કોઈ ને સમીર નો પતો મળે તો કોડીનાર પોલીસ સ્ટેશન ના નં.૦૨૭૯૫૨૨૧૫૦૪ અને યાસીન કાદરી મો.૯૫૩૭૭૮૭૨૨૧,૯૨૬૫૩૩૭૭૦૦ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.