Gujarat

 કોરોનાનાં નવા વેરીએન્ટ ઓમીક્રોનની ગુજરાતમાં થયેલી એન્ટ્રી અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાનાં કેસો જોતા કોરોનાની જે ત્રીજી લહેરની સંભાવનાઓ વર્તાઈ રહી છે તેને  પગલે સરકાર અને વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે

કોરોનાનાં નવા વેરીએન્ટ ઓમીક્રોનની ગુજરાતમાં થયેલી એન્ટ્રી અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાનાં કેસો જોતા કોરોનાની જે ત્રીજી લહેરની સંભાવનાઓ વર્તાઈ રહી છે તેને  પગલે સરકાર અને વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે,રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ તંત્ર દ્વારા અગમચેતીના પગલાં રૂપે જિલ્લા ક્લેકટર સ્તુતિ ચારણે જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સરકારી અને જિલ્લાના ખાનગી હોસ્પિટલો ના ડૉક્ટર્સ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી,અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએન્ટ ને લઈને ચર્ચા કરવામાં આવી હતી સાથે પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અને ખાનગી દવાખાનાઓમાં બેડ સહિત ઓક્સિજન ,ICU અને ખાસ કરીને બાળકો માટેના વોર્ડ ની વ્યસ્થા અંગે ચર્ચા  કરવામાં આવી, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું જિલ્લામાં પ્રવેશવા માટેની સરહદો ઉપર આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે,સાથે ત્રીજી લહેરને રોકવા નાગરિકો પણ સહકાર આપે અને   કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરે તેવી અપીલ કરી છે.

રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *