ભરૂચ
ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા ડાબા હાથના સ્પિનર એજાઝનો પરિવાર ભરૂચના કંથારિયા ગામનો છે. શનિવારે, એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પરફેક્ટ-૧૦ હાંસલ કરનારો માત્ર ત્રીજાે બોલર બન્યો હતો. એજાઝના મોસાળના દાદા મોહમ્મદ મુસા કાપડિયાએ જણાવ્યું કે, તેઓ આ પરાક્રમથી ખુશ છે. ‘એજાઝે જે હાંસલ કર્યું છે તેનાથી અમે બધા ખુશ છીએ. તેણે ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.’ પોતાના શરૂઆતના દિવસોનું વર્ણન કરતાં કાપડિયાએ જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ ગયા પછી એજાઝ તેના કાકા સઈદ પટેલ સાથે રમતા હતા. જેઓ ત્યાંની સ્થાનિક ક્રિકેટ લીગમાં કોચ તરીકે કામ કરે છે. કાપડિયા, જેઓ ભરૂચના છે, તેઓ ન્યુઝીલેન્ડના કાયમી નિવાસી પણ છે. કોવિડ પ્રતિબંધને કારણે તેઓ છેલ્લા એક વર્ષથી ભરૂચમાં રહે છે. પરિવારના દરેક સભ્યને એજાઝ પર ગર્વ છે. તેણે તેના જન્મસ્થળ મુંબઈ ખાતે સિદ્ધિ હાંસલ કરી તે વધુ એક ગૌરવ સમાન બાબત છે. એજાઝના કાકા અકીલ પટેલે જણાવ્યું હતું કે, અમે તેને મળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ કોવિડ-૧૯ના પ્રતિબંધોને કારણે અમને હજુ સુધી પરવાનગી મળી નથી. અકીલ એજાઝની માતા શહેનાઝનો નાનો ભાઈ છે. એજાઝના પિતા યુનુસ, જેઓ મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ સેલ્સ અને સર્વિસનો બિઝનેસ ચલાવતા હતા. તેઓ ૧૯૯૬માં ન્યુઝીલેન્ડ ગયા હતા. યુનુસ હવે ઓકલેન્ડમાં ટાયરનો બિઝનેસ કરે છે. એજાઝ તેની રમતને સંપૂર્ણ બનાવવા માટે ખરેખર સખત પ્રેક્ટિસ કરે છે. તેની બે નાની બહેનો છે, અકીલે કહ્યું, જે મુંબઈમાં કાર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. યુનુસના તમામ ભાઈઓ દ્ગઢમાં સ્થાયી થયા છેશનિવારે બપોરના ૧ વાગ્યાની આસપાસ, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમ ખાતે એજાઝ પટેલના ઐતિહાસિક ૧૦-વિકેટને બિરદાવ્યું હતું, ત્યારે ભરૂચના લગભગ ૪ હજાર ૫૦૦ની વસ્તી ધરાવતાં નાનકડા કંથારિયા ગામમાં પણ ઉત્સવનો માહોલ હતો.


