જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ સહિત રાજયમાં ખાનગી કોવિલ હોસ્પિટલમાં આગના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં. ત્યારે રહી રહીને જાગેલી રાજય સરકારના આદેશના પગલે જામનગર સહિત તમામ શહેરોમાં હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકીંગ હાથ ધરી નોટીસ ફટકારવાની કામગીરી શરૂ કરાઇ છે.
ખાનગી હોસ્પિટલના કર્મીઓને ફાયર સેફટીના સાધનોની તાલીમ આપવાનું પણ શરૂ કરાયું છે. જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા ૩૧ ડિસેમ્બરથી ફાયર સ્ટેશન ખાતે ખાનગી હોસ્પિટલના કર્મીઓને ૫૦-૫૦ના બેચમાં આગની દુર્ઘટનામાં ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવાનું શરૂ કરાયું છે.