Gujarat

ખેડૂતોની શંકા પર કમેટીના સભ્યએ કહ્યું- SCના નિર્દેશ પર કરીશું કામ, વ્યક્તિગત અભિપ્રાય રાખીશું દૂર

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવતા કમેટીની રચના કરી દીધી છે. આ કમેટીમાં ખેડૂત નેતા ભૂપિન્દર સિંહ માન, કૃષિ વૈજ્ઞાનિક ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ ડો. અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા અનિલ ઘનવંત સામેલ છે. આ કમેટી નવા કૃષિ કાયદાઓ પર ખેડૂતોની ફરિયાદો અને સરકારના અભિપ્રાય જાણશે અને તે આધાર પર પોતાની ભલામણ આપશે. જોકે, કેમટીમાં સામેલ લોકોને લઈને પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે, તેમને સરકારના લોકો ગણાવવામાં આવી રહ્યાં છે.

કમેટી ઉપર ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે શતકરી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવંતે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે કમેટી બનાવવાનો નિર્ણય કર્યો છે, ખેડૂતોનું આંદોલન પાછલા 50 દિવસથી ચાલી રહ્યો છે અને આ દરમિયાન અનેક ખેડૂતો શહીદ થઈ ગયા છે. પરંતુ આ આંદોલનને ક્યાંય તો રોકવું પડશે અને ખેડૂતોના હિતમાં કાનૂન બનાવવો જોઈએ. આજતક સાથે કરેલી વાતચીતમાં ખેડૂત નેતાએ કહ્યું કે, જો નવા કૃષિ બિલ કાયદા ખેડૂતોને મંજૂર નથી તો સરકારે તેમા સુધારા કરવા જોઈએ.

અનિલ ઘનવંતે કહ્યું કે, પહેલા ખેડૂતોને સાંભળવા પડશે, જો તેમની કોી ભૂલ છે તો તે દૂર કરવી પડશે. ખેડૂતોને વિશ્વાસ અપાવવો પડશે કે, ન્યૂનતમ સમર્થન મૂલ્ય (લઘુતમ ટેકાના ભાવ, એમએસપી) અને એપીએમસી કાયમ રહેશે. જે કંઈ પણ હશે દેશના ખેડૂતોના હિતમાં થશે.

અનિલ ઘનવંતે કહ્યું છે કે, 4 લાખ ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે. આ સમસ્યાથી બહાર નિકળવું છે તો કંઈક તો ઉકેલ નિકાળવો પડશે, કોઈ તો કાયદો બનાવવો પડશે. જો આ કાયદો મંજૂર નથી તો તેમા સુધારની આવશ્યકતા છે. કમેટી બધાના અભિપ્રાય લેશે અને પછી રિપોર્ટના રૂપમાં રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ જે નિર્દેશ આપશે તેના દાયરામાં રહીને જમીની સત્યતા જાણવામાં આવશે અહીં વ્યક્તિગત કંઈ જ નથી. પછી સરકાર નક્કી કરશે કે આગળ શું કરવું છે?

ખેડૂતોની શંકાના પ્રશ્ન પર અનિલ ઘનવંતે કહ્યું કે, મેં ત્રણેય કાનૂનોનું સમર્થન કર્યું નથી. આ કાયદાઓનું અમે સમર્થન કર્યું નથી. નવા કાનૂનોને લઈને અમે અનેક ઓબ્ઝેક્શન ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે, અમારૂ સંગઠન પાછલા 40 વર્ષથી લડી રહ્યું છે. તેને આઝાદી જોઈએ, તેને વ્યાપારની આઝાદી જોઈએ, તેને ટેકનોલોજીની આઝાદી જોઈએ. સરકારે જે પગલાઓ ઉઠાવ્યા તે ખેડૂતોના પગની બેડીઓ તોડવાની કોશિશ છે.

ઉલ્લેખનિય છે કે, ખેડૂતો પાછલા 50 દિવસથી કાયદાને ખત્મ કરવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે. સરકારે કાયદામાં સંશોધન કરવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ તેના માટે ખેડૂતો રાજી નથી. તેવામાં સુપ્રીમ કોર્ટની કમેટીમાં રહેલા અનિલ ઘનવંત પણ સરકારની જ ભાષા બોલતા નજરે આવી રહ્યાં છે. તેઓ પણ હાલથી કાયદાઓમાં સંશોધન કરવાની વકાલત ટીવી ચેનલો ઉપર કરી રહ્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *