Gujarat

ગડુ,,, ગડુમા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ની સ્થાપના કરવામાં આવી નવા હોદ્દેદારો દ્વારા પ્રથમ વખત ત્રિશુલ દિક્ષા મહોત્સવ તેમજ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો,,

સોમનાથ ગીર જિલ્લા ના માળીયા પ્રખંડ ના ગડુ ખંડ માં આજ સુધી માં પેહલી વાર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળની નવી સમિતિ બની જેના દ્વારા બીલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન અને સાથે બજરંગી ભાઈઓ ને ત્રિશુલ દીક્ષા નું આયોજન કરવા માં આવ્યું સંતો, આગેવાનો સાથે પ્રખર વક્તા વી.હી.પ ધર્મ પ્રચાર ક્ષેત્રીય મંત્રી તેમજ શ્રી ધર્મેન્દ્રજી ભવાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આગવી તેજાબી શૈલી થી જબરજસ્ત વક્તવ્ય  આપ્યું હતું હિન્દૂ સમાજ ની રક્ષા માટે અને એકતા માટે ખૂબ સારું માર્ગદર્શન વક્તા શ્રી દવારા પણ આપવામાં આવ્યું હતું…આ કાર્યક્રમ નું સંચાલન હાર્દિકભાઈ મહેતા ગડુ મંત્રી દ્વારા કરવા માં આવ્યું હતુ,આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત માંથી સમીરભાઈ મોરવાડિયા, પ્રાંત કાર્યાલય મંત્રી નાનજીભાઈ સાખ,વિભાગ પ્રમુખ વિઠલાણી સાહેબ અને  જૂનાગઢ બજરંગદળ સંયોજક જીજ્ઞેશભાઈ આજકિયા ,ગીર સોમનાથ જિલ્લાના વિશેષ સંપર્ક પ્રમુખ પુનિતભાઈ પલાણ સહિત ગડુ ગામનાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકરો અને ગામના આગેવાનો હાજર રહયા હતા પુનિતભાઈ દ્વારા ત્રિશુલ દીક્ષાથીઁઅોને શપથ લેવડાવ્યા  હતા. આ કાર્ય ને ખૂબ સફળ બનાવા ગડુ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ પરેશભાઈ બારડ તેમજ ઉપાધ્યક્ષ હિરેનભાઈ બારડ બજરંગદળ પ્રમુખ ભાવેશભાઈ મોકરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ને જય શ્રીરામ ના ઘોષથી સરસ રીતે પૂર્ણ કરવા માં આવ્યો હતો,,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211017-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *