( ટ્રસ્ટ સંચાલિત લેબોરેટરીનાં ચાર્જ સામે અઢી ગણા ચાર્જ વસુલતી લેબોરેટરી )
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી ખાનગી તબીબી ક્લિનિક, દવાખાનાઓ , લેબોરેટરી જેવી કામગીરીઓ માં સેવાભાવ શૂન્ય બન્યો છે અને પ્રોફિટ નામનો વિચાર રાત દિવસ મગજ માં બેસી ગયો હોય એમ ખાનગી આરોગ્યલક્ષી સુવિધા ની ચક્કી માં જનતા પીસાઈ રહી છે.
આરોગ્ય એ મુખ્ય જરૂરિયાત વાળી સેવાકીય પ્રવૃત્તિ પણ છે તયારે લોકોનાં આર્થિક હિત માટે રાજ્ય સરકાર એને મુખ્ય કાળજી તરીકે લઇ ખાનગી આરોગ્યલક્ષી સેવા માટે અંકુશ લાદતી હોય છે. ખાનગી તબીબી સેવા અધિનિયમ, મેડિકલ કાઉન્સિલ આ તમામ રચનાઓ જનતાની આર્થિક છેતરામણી ન થાય એના માટે પણ ધ્યાન રાખતી હોય છે પણ ધ્રાંગધ્રામાં પ્રાઇવેટ પેઢી એટલે ખુલ્લે આમ મનમાની એ પ્રકારે નિર્દય બનીને દર્દીના મજબુર સગા વહાલાઓ પાસે થી ભાવ વસુલાતા હોય છે. ધ્રાંગધ્રા માં જ કાર્યરત એક ટ્રસ્ટ સંચાલિત લેબોરેટરી નાં ભાવ લોકોને પોસાય એમ વ્યાજબી છે અને એની સામે માત્ર ખાનગી લેબ ખોલી બેઠેલા અમુક સંચાલકો અને ખાનગી દવાખાનામાં લેબ ધરાવતા સંચાલકો કમર તોડ ભાવ વસુલે છે. મેડિકલ કાઉન્સિલ ની સ્પષ્ટ સૂચનાઓ મુજબ મેડિકલ રજીસ્ટર ફાળવવું ફરજીયાત છે જેથી કરીને સંપૂર્ણ ડેટા સાથે નિયમ મુજબ ની ચૂક જો થાતી હોય તો ઉડીને આંખે વળગે પણ ધ્રાંગધ્રા નું આરોગ્ય પ્રશાસન યોગ્ય ચેકીંગ કરે છે કે નહિ એ જ નગરજનો માટે ચિંતા નો પ્રશ્ન બન્યો છે. લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે ધ્રાંગધ્રાનાં તાલુકા હેલ્થ ઓફિસર છેલ્લા ઘણા વર્ષો થી એક જ જગ્યા અને ધ્રાંગધ્રા માં કાર્ય કરી રહ્યા છે તયારે ધ્રાંગધ્રા માટે એમની વિશેષ જવાબદારીઓ બનતી હોય છે અને લોકો ને ખાનગી આરોગ્ય લક્ષી સવલતોમાં વેતરાવું ન પડે એવું આટલા વર્ષો માં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા શું કામગીરીઓ કરાઈ કે પગલાં લેવાણા એ દિશમાં ઉચ્ચ વહીવટી તંત્ર એ તપાસ કરીને જો નિષ્ક્રિયતા કે મીલીભગત લાગે તો કડક પગલાંઓ લેવા જોઈએ એવી ધ્રાંગધ્રા નાં ગરીબો અંતર ની હાઈ સાથે માંગણી કરી રહ્યા છે.
ઈન્ક્મ ટેક્સ વિભાગે પણ ખાનગી તબીબો નાં આઈ ટી રિટર્ન્સ સાથે મેડિકલ રજીસ્ટર અને કુલ આવક નું યોગ્ય સરવૈયું લેવાની તાતી જરૂરિયાત છે એમ ધ્રાંગધ્રા નો બુદ્ધિજીવી વર્ગ અપેક્ષા રાખી રહ્યો છે. સાથે ખાનગી લેબોરેટરી માટે ધ્રાંગધ્રા નો કોઈ ભામાશા જાગે અને લોકો નાં ખિસ્સા ને રાહત પહોંચાડે એમ સેવાકીય લેબ ની શરૂઆત કરે એ હવે તાતી જરૂરિયાત છે સાથે ટ્રસ્ટ સંચાલિત મેગા મલ્ટી સ્પેશિયાલિસ્ટ આરોગ્યલક્ષી સુવિધાઓ રાહત દરે પુરી પાડી શકતી હોસ્પિટલ નાં નિર્માણ ને પણ પુણ્યશાળી આવકાર જ મળશે. તબીબી સેવા સાથે સંકળાયેલ તમામ ને એક વિશેષ સન્માન સાથે ભગવાન જેવો દરજ્જો જયારે મળતો હોય તયારે ગરીબો નાં આંસુ, મજબૂરી થકી બનતા તાજમહાલ નાં પાયા કાળ ની કપરી થપાટ સામે ટકી શકશે કે નહિ એનું પણ આત્મ ચિંતન આ ફિલ્ડ નાં નિર્દયી બનેલા લોકોએ કરવું જોઈએ કેમ કે આના થી ધ્રાંગધ્રા માં વર્ષો થી પ્રેક્ટિસ કરતા સજ્જન ખાનગી તબીબો ને પણ તમે હાનિ પહોંચાડી રહ્યા છો જેમાં હવે સુધાર જરૂરી બન્યો છે એમ લોકમાંગ હાલ ઉઠવા પામી છે.
સંવાદદાતા હિતેશ રાજપરા મારફત