ગાંધીનગર
ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર અશોક પ્રજાપતિએ સેકટર-૨૧ પોલીસ મથકમાં વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેમાં સેક્ટર-૨૫ સૂર્ય નારાયણ સોસાયટીમાં રહેતો અને પરીક્ષામાં નાપાસ થયેલો દિનેશ ચોચા નામનો વિદ્યાર્થી માથાકૂટ કરીને બીજા દિવસે પણ યુનિવર્સિટીમાં જઈને રજીસ્ટ્રાર અને અન્ય સ્ટાફના માણસો સાથે બિભત્સ ભાષા બોલવા લાગ્યો હતો. ઉપરાંત દિનેશે એકદમ ઉશ્કેરાઈ જઈને અંગત સચિવ યોગેશભાઈ પટેલ સાથે કોટ પકડીને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જેનાં પ્રતિકારમાં દિનેશને લાફા માર્યા હોવાનો વીડિઓ ઘણો વાયરલ થયો હતો. સમગ્ર પ્રકરણ અંગે સેકટર-૨૧ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જાે કે આ પ્રકરણનાં થોડા દિવસોમાં ગઈકાલે શનિવારે રાત્રે નવો વિવાદ સર્જાયો છે. રાત્રિના સમયે યુનિવર્સિટી સીટીની દિવાલ પર સત્તાધીશો વિશે અભદ્ર ભાષામાં કોઈ શખ્સ લખાણ લખી નાસી ગયો છે. દિવાલ પર વીસી ચોર છે, આજે લાફો કાલે લાત, પીએ ટુ વીસી મહા ચોર છે સહિતના લખાણો લખીને ગર્ભિત ભાષામાં ધમકી પણ આપવામાં આવી છે. આ અંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અશોકભાઈએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે દિવાલ પર કોઈ શખ્સ લખાણ લખી ગયુ છે, જેની આગળ તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવશેગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એક વિદ્યાર્થીએ ધમાલ કરીને વાઈસ ચાન્સેલરનો કોટ પકડી લેતા મામલો ઝપાઝપી પછી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ત્યારે ગઈકાલે શનિવારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુનિવર્સિટીની દિવાલ પર વીસી ચોર છે, આજે લાફો કાલે લાત સહિતનું લખાણ લખીને સત્તાધીશોને ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.


