ગાંધીનગર
હવે જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેમાં દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગર પધારવાના છે. એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના માર્ગો ઉપર સતત ત્રણ દિવસ સુધી વીવીઆઈપીઓની અવરજવર રહેવાની છે. જેના કારણે આ વીવીઆઈપીઓની મુવમેન્ટ દરમ્યાન માર્ગો ઉપર રખડતાં ઢોર કે કૂતરા ના આવી જાય અને કોઈ અકસ્માત ના સર્જાય તે માટે ગાંધીનગરને આ ત્રાસમાંથી મુક્ત કરવા માટે કોર્પોરેશન તંત્રને સુચના આપવામાં આવી છે.ગાંધીનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ નવો નથી, પરંતુ શહેરમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની હોવાથી સમીટ પહેલા શહેરને રખડતાં ઢોર મૂક્ત કરવા આદેશો આપી દેવામાં આવ્યાં છે. આમ તો કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર પકડીને માલિક પાસેથી દંડ વસુલી છોડી દેવામાં આવતાં હોય છે, પરંતુ વાયબ્રન્ટ સમિટને ધ્યાને રાખી હાલ પકડાયેલા ઢોરને સમિટ સુધી છોડવામાં નહીં આવે કેમકે ઢોરને દંડ વસુલી છોડી દેવામાં આવે તો ફરીવાર શહેરમાં રખડતાં કરી દેવામાં આવે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છેગાંધીનગરમાં જાન્યુઆરી મહિનામાં યોજનાર વાયબ્રન્ટ સમિટના પગલે શહેરને રખડતાં ઢોર અને કૂતરાઓથી મૂક્ત કરી દેવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ઊંધા માથે કવાયત શરૂ કરી છે. અત્યાર સુધી પચાસથી વધુ ઢોર પાંજરે પુરી દેવાયા છે. ત્યારે આ વખતે વાયબ્રન્ટ સમિટ પૂર્ણ થયા પછી જ ઢોરોને છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના જાહેર માર્ગો પર રખડતા ઢોરો અને કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી જવા પામ્યો છે. અવારનવાર કાર્યવાહી કરવા છતાં રખડતા પશુઓથી ગાંધીનગર હજી પણ મૂક્ત થઇ શક્યું નથી. આગમી જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાયબ્રન્ટ સમિટના પગલે મહાનુભાવોનાં કાફલામાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ઊંધા માથે રાત દિવસ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગર શહેરના માર્ગોની બન્ને તરફ હરીયાળી હોવાના કારણે આસપાસના વિસ્તારોમાંથી પશુપાલકો મોટા પ્રમાણમાં પશુઓને ચરવા માટે છોડી દેતાં હોય છે જેના કારણે શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરી છે અને તેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા આ પશુઓનો ત્રાસ દુર કરવા માટે ઢોર પકડ પાર્ટી દોડાવવામાં આવી રહી છે પરંતુ તેની યોગ્ય કામગીરીના અભાવે શહેરીજનો રખડતાં પશુઓના ત્રાસમાંથી મૂક્ત થઈ શકતાં નથી. શહેરમાં રખડતાં ઢોર અને શ્વાન પકડવા માટે કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટીને કામે લગાડી દેવામાં આવી છે. ઢોર પકડ પાર્ટી દ્વારા દીવસ રાત એમ બે પાળીમાં હાલ તો પશુઓને પકડવામાં આવી રહયા છે. તો ડોગ સ્કેચર ટીમ પણ સક્રિય થઈ ગઈ છે.
