Gujarat

ગીર જંગલમાં ભારે વરસાદ પડતા રાવલડેમના બે દરવાજા ૧-૧ ફુટ ખોલાયા..

ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ અને મચ્છુન્દ્રી ડેમ ગીરજંગલ વિસ્તારમાં આવેલ હોય આજે બપોર બાદ ગીર

ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ અને મચ્છુન્દ્રી ડેમ ગીરજંગલ વિસ્તારમાં આવેલ હોય આજે બપોર બાદ ગીરના ઉપરવાસમાં બેgujકલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડેલ હતો. જેથી રાવલ ડેમમાં પાણીની આવક વધતા રાવલ ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પાણીનો પ્રવાહ ૨૪૭૨ ક્યુસેક પસાર થયેલ હોય રાવલ નદીના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરી દેવામાં આવેલ છે. જોકે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ વાદળોથી ઘેરાયેલ હોય અને અસહ્ય ગરમીના બફારા સાથે ઉકળાટ થતો હતો. આજે બપોર પછી ઉના પંથકમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે વરસાદનું મંડાણ થયેલ જોવા મળેલ હતું.

ના ઉપરવાસમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડેલ હતો. જેથી રાવલ ડેમમાં પાણીની આવક વધતા રાવલ ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પાણીનો પ્રવાહ ૨૪૭૨ ક્યુસેક પસાર થયેલ હોય રાવલ નદીના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરી દેવામાં આવેલ છે. જોકે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ વાદળોથી ઘેરાયેલ હોય અને અસહ્ય ગરમીના બફારા સાથે ઉકળાટ થતો હતો. આજે બપોર પછી ઉના પંથકમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે વરસાદનું મંડાણ થયેલ જોવા મળેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *