Gujarat

ગુજરાતના રહેણાંક સોસાયટીઓમાં હવે સીસીટીવી કેમેરા ફરજિયાત

ગાંધીનગર
રાજ્યમાં હવે ઝ્રઝ્ર્‌ફ ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાના વિસ્તારોમાં ચોરી, લૂંટ, ઘરફોડ ઉપરાંત હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે અને ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો કે બંગલાઓમાં કે રસ્તાઓ ઉપર મૂકાયેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજાેગોમાં રાજ્ય સરકારે હવે રહેણાક વિસ્તારમાં ઝ્રઝ્ર્‌ફ ફરજ્યિાત બનાવવા નવી ઝ્રઝ્ર્‌ફ પોલિસી અમલી બનાવી છે. રાજ્યમાં એક બાજુ હત્યા સહીતના ગુનાઓ વધી રહ્યાં છે, તો બીજી બાજુ આવા ગુનાઓ આચરનારાઓને ઝડપથી પકડી સજા આપી શકાય તેમજ આવા ગુનાઓ બનતા અટકી શકે તે માટે સરકારે હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાજ્યના મહાનગરોમાં પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ બાદ હવે આ દિશામાં સરકારે વધુ એક પગલું લીધું છે. રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્ય સમક્ષ ઝ્રઝ્ર્‌ફ કેમેરા પોલીસી રજૂ કરી હતી, જેને સરકારે મંજુરી આપી છે. રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે ઝ્રઝ્ર્‌ફ કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરવામાં આવશે. રહેણાંક સોસાયટીને અલગ-અલગ ૪ ઝોનમાં વહેંચવમ આવશે. સોસાયટીમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવાશે. રાજ્યમાં હાલ મહાનગરો સહીત નાના શહેરોમાં પણ વિવિધ કો-ઓપરેટીવ સોસાયટી અને ફ્લેટમાં પહેલેથી જ સુરક્ષાને ધ્યાને રાખીને સ્વ-ખર્ચે ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવાયા છે. ત્યારે હવે રાજ્યમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા પોલીસી અમલી બનતા આ ઝ્રઝ્ર્‌ફ લગાવવાનો ખર્ચ કોના માથે આવશે એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સોસાયટીઓના સભ્યોએ જ ભાગીદારી દ્વારા આ ખર્ચ વહન કરવો પડશે. જાે એ સરકારે આ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. બની શકે કે સરકાર આમાં કોઈ રાહત આપી શકે.

CCTV-Camera-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *