Gujarat

ગુજરાતમાં ચારેકોર ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે ત્યારે સુરતમાં એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

સુરત,
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજાે અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે. છેલ્લા ૩૬ કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા દેવભૂમિ દ્વારકામાં ૮૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તો છોટાઉદેપુરમાં ગઇકાલે ૭૦.૮૬ લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. તો અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્એ ગઇકાલે ૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે હવે આજે જ સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો રાજયનો બીજાે કિસ્સો બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છેકે રાજયમાં છેલ્લા એક મહિનામાં કુલ ૩૬૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એટલે કહી શકાય કે ગુજરાતનું યુવાધન નશાખોરીના રવાડે ચડી રહ્યું છે.સુરતની નિયોલ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો છે. પ્રવીણ બિસનોઈ નામના રાજસ્થાની શખ્સની રૂપિયા ૫.૮૫ લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ છે. આ શખ્સ સરથાણા વિસ્તારમાં રહેતા જૈમીન સવાણીને ડ્રગ્સ આપવાનો હતો. જૈમીન સવાણીએ છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ મગાવ્યું હતું. જાેકે ઘટનામાં મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો છે. એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *