Gujarat

ગુજરાતમાં દારૂ-બંધી હોવા છતા જાહેરમાં ચાલતા દેસી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ ના દરોડા

અમદાવાદ
ગુજરાતમાં દારૂ-બંધી હોવા છતા અમદાવાદ શહેરમાં બુટલેગરો બન્યા બેફામ, બેકોફ થઈને ખુલે આમ વેચતા હતા દેશી દારૂ. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરખેજમાં ચાલતા જુગારધામને ઝડપયા બાદ ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝ્રસ્ઝ્ર કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં બુટેલગર રંગીલા જગરૂપ યાદવના દેશી દારૂના અડ્ડા પર મોડી સાંજે દરોડો પાડી અને ૧૩૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે બુટલેગર રંગીલાના માણસ પ્રવીણ રાજપૂતની ધરપકડ કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ દેશી દારૂનો અડ્ડા પર કામ કરતો અને દારૂ ખૂટે તો તાત્કાલિક પહોંચાડી પણ દેવાતો હતો. પોલીસે ૧૩૦ લીટર દારૂ કબ્જે કરી બૂટલેગર રંગીલા યાદવની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને વોટ્‌સએપ પર માહિતી મળી હતી કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનનો હદમાં ઝ્રસ્ઝ્ર કેનાલ નજીક જાહેરમાં દેશી દારૂનું વેચાણ થાય છે. જેના આધારે પોલીસે તપાસ કરતા રંગીલા યાદવ નામના શખ્સનો દારૂનો અડ્ડો ચાલતો હોવાની હકીકત જણાતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવારે સાંજે અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે પ્રવીણ રાજપૂત નામના શખ્સને એક કોથળામાં દેશી દારૂ વેચતા ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા વધુ દેશી દારૂનો જથ્થો કચરાના ઢગલામાં સંતાડી રાખ્યા હોવાનુ જણાવ્યું હતું જેથી તપાસ કરતા ૧૩ પ્લાસ્ટિકના થેલામાં કુલ ૧૩૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે કડક છાપ ધરાવતા બે ડીસીપીના ઝોનમાં જ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા છે. જાગૃત વ્યક્તિએ ઓઢવ પોલીસને જાણ કરવાની જગ્યાએ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને જ વોટ્‌સએપ કરી જાણ કરી હતી. સરખેજ વિસ્તારમાં પણ વરલી મટકાનો જુગારધામ શરૂ કરી ત્યાં આવતાં ગ્રાહકોને ચા-પાણી સુધીની વ્યવસ્થા પણ હતી અને મોટા પ્રમાણમાં લોકો ત્યાં જુગાર લખાવતા હતા. આરોપી પ્રવીણની વધુ પૂછપરછ કરતા રંગીલો યાદવ આ દેશી દારૂનો જથ્થો વેચવા માટે આપી ગયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી રંગીલાના ત્યાં રોજના ૫૦૦ રૂપિયામાં નોકરી કરે છે. રોજ રાતે ૯ વાગ્યે રંગીલા દારૂના વેચાણના પૈસા આવીને લઇ જાય છે. જ્યારે પણ દારૂ ખૂટે ત્યારે ફોન કરતા રંગીલા આવીને દારૂ આપી જાય છે. પોલીસે આરોપી પ્રવીણના મોબાઇલની ડિટેલ્સ પણ તપાસી હતી. આ ઉપરાંત સરખેજ વિસ્તારમાં પણ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મકરબા રોડ પર તારા ગરબાવાના ખાડામાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડ્યા હતા. અને જુગારધામ ચલાવનાર મહંમદ વસીમ મલેક તેના બે રાઇટર અને આંક લખાવવા આવેલા ગ્રાહકો સહિત ૭ લોકોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *