Gujarat

ગુજરાતમાં હાલ ભાજપ પ્રદેશપ્રમુખના હાથમાં તમામ પાવર

ગાંધીનગર
ભાજપના પ્રદેશપ્રમુખનો બંગલો ગાંધીનગરમાં પણ છે. તેઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. નવા મંત્રીમંડળની રચના પછી તેઓ વધુ પાવરફૂલ બન્યા છે. તેમના બંગલે રોજ ૩થી ૪ મંત્રીઓ આવે છે. પાટિલ સાથે બંધબારણે બેઠક કરે છે. સરકારમાં શું ચાલી રહ્યું છે, લોકોનો કેવો પ્રતિભાવ છે તે સંદર્ભમાં માહિતી આપે છે. એટલું જ નહી, પાટિલ પાસેથી ભવિષ્યની વ્યૂહરચના અંગેનું માર્ગદર્શન પણ મેળવે છે. જેને લઈને ચર્ચા શરૃ થઈ છે કે મંત્રીઓ ગાંધીનગર સચિવાલયમાં પ્રથમ શિફ્ટમાં જ્યારે રાત્રીના સમયે પાટિલના બંગલે બીજી શિફ્ટમાં કામ કરી રહ્યાં છે. તેઓ પોતાના બંગલેથી જ સમાંતર સરકાર ચલાવતા હોય એવું ચિત્ર ઊભું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *