Gujarat

ગુજરાતમાં 11 મહિના બાદ શાળાઓ ખુલી, વાલીઓની સંમતિનો દાવો છતાં પાંખી હાજરી

અમદાવાદઃ કોરોના મહામારીને (Corona Pandemic) પગલે ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ કાર્યબંધ હતું. હવે 11 મહિના બાદ આજે સોમવારથી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી હતી. સરકારનો દાવો પણ હતો કે, 80 ટકા વાલીઓએ સંમત્તિ આપી છે, પરંતુ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી પાંખી હતી. તેથી સરકારના દાવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

કોરોનાના કેસોમાં (Corona Case) સતત ઘટાડા અને બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી સરકારે આજથી રાજ્યમાં ધોરણ 10/12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધઓ હતો. ગત સપ્તાહે વાલીઓએ સંમત્તિ આપી હોવાનું કહેવાતુ હતુ.

માત્ર 10 ટકા હાજરીનો અંદાજો
એક અંદાજ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં ભણતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ આપેલી સંમતિ આંકડો લગભગ 30થી40 ટકા જેવો થવા જાય છે .જેમાંથી માત્ર દસેક ટકા જેવા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કોરોના ના ઓછાયા વચ્ચે શરૂ થયેલ શૈક્ષણિક કાર્યમા વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ પાંખી જોવા મળી છે..

એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાકાળ બાદ આજે શાળા ખુલવાનો પ્રથમ દિવસ હતો. ઉપરાંત ઉત્તરાયણને પણ 2-3 દિવસ બાકી રહ્યા હોવાથી શાળામાં વિદ્યાર્થીઓની હાજર જોવા મળી. ધીમે-ધીમે વિદ્યાર્થીઓ રાબેતા મુજબ આવતા થઇ જશે.

વિદ્યાર્થીઓને શાળામાં આવકારવા લગભગ તમામ મંત્રીઓને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જેથી તમામ મંત્રીઓ તેમના વિસ્તારની શાળાઓમાં હાજર પણ રહ્યા હતા.

ક્યા મંત્રીઓએ ક્યાં હાજર રહી વિદ્યાર્થીઓને આવકાર્યા?

– કૃષિ મંત્રી આર.સી.ફળદુ રાજકોટ,

-શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કલોલ (ગાંધીનગર)

-મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદ શહેર

-ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ ગાંધીનગર

– આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લા

– શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં

-સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા

– પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લા ,

-ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જિલ્લા

– કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લા

-સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા

સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયમંત્રી વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લા

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે
-વન આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે
-શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં
-અન્ન ,નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં
– મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા, પંકજભાઈ દેસાઈ નડિયાદ જિલ્લામાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *