ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો.
આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ જ ગોધરાના પોતાના ઘરે આવ્યો હતો. ઝડપાયેલો આરોપી દિલ્હીમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું કામ કરી રહેતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. તેને વધુ પૂછપરછ માટે રેલવે પોલીસને સોંપાયો છે, જે આગળની કાર્યવાહી કરશે.
પોલીસને માહિતી મળી હતી કે, સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી હાલ ગોધરામાં તેના ઘરે આવ્યો છે. તે 19 વર્ષથી ફરાર હતા. ત્યારે માહિતી મુજબ રફીક હુસેન ભટકુને એસઓજીની ટીમે તેના ઘરથી જ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઈલ અને ચૂંટણી કાર્ડ કબજે કરાયું હતું.