Gujarat

ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત જામનગર જિલ્લાના વિવિધ તાલુકા મથક ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયા

 આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે  જામનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મતદારોને પ્રોત્સાહિતપ્રશિક્ષિત કરવા અને  મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ. એલ. ડોડીયા તેમજ સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ તા.૦૩ ડિસેમ્બરના રોજ કાલાવાડની હિરપરા કન્યા વિદ્યાલયલાલપુર તાલુકામાં એલ. એલ. મહેતા હાઇસ્કુલ તેમજ વીર સાવરકર હાઇસ્કુલ ખાતે સ્થાનિક નાગરિકોવિદ્યાર્થીઓવાલીઓસ્ટાફને મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા.

આ તકે સર્વેએ મતદાન કરવાના અને લોકશાહીના પર્વમાં જોડાવાના શપથ લીધા હતા. તદુપરાંત ધ્રોલ તાલુકાની ડી. એચ. મુંગરા હાઈસ્કૂલબી.એમ.પટેલ હાઈસ્કુલ અને જોડીયાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બાલંભા ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી તેમ સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીજામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

દિવ્યા/ વિરેન્દ્રસિંહ                 

matdaan-jagruti-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *